વતનને પત્ર

Print
ભરત શાં. શાહ
2009-04-26

‘યે દોષ હૈ ઓર કિસીકા’

છેલ્લાં ચાલીશેક વર્ષથી “સદાકાળ ગુજરાત”માં રહીને ગુજરાત, તેની પ્રજા, સંસ્કૃતિ, તથા ભાષા બાબત નિરીક્ષણ કરવાની તથા તેના પ્રશ્નોને હલ કરવાના પ્રયત્નોમાં ભાગ લેવાની તક મળી છે, તેના પરિણામે પત્ર લખું છું. એકાંતરે વર્ષે ભારતની મુલાકાત લેવાથી, તથા અમેરિકા વતા મહાનુભાવોના પરિચયથી તેમાં થોડો ઉમેરો થયો છે.

પ્રથમ, સારા સમાચાર. ગુજરાતની સંસ્કૃતિને પણી વતી પેઢીએ સરસ રીતે પચાવી છે, અને તેના હાથમાં તે સલામત હોવાની ખાત્રી છે. પૈસા વિનાના માણસની કિંમત નથી, તે તો તેમને ગળથૂથીમાંથી જ સમજાઇ ગયું છે. દરિયો ખેડવો, સારી રીતે ભણવું, સારી ડિગ્રી (અને કોઇની સારી દીકરી) મેળવવી, ભેળપૂરી ખાવાં, દાંડિયા કૂટવા, એ સર્વ કળાઓ, તથા “રણમાં જે જીતે તે શૂર” જેવા મૂળભૂત સિધ્ધાંતો તેમણે ત્મસાત્ કર્યા છે, તેથી માતૃભાષાના ભૂરને તે નજીક પણ વવા નથી દેતાં.

પુસ્તકો ખરીદવાં એ પણી સંસ્કૃતિની વિરુદ્ધ છે, તે વાતની તેમને ખબર છે. બીજાની ભાષા શીખવાનું ભયાવહ છે, અને પણી ભાષામાં તો વળી શીખવાનું જ શું હોય? તેમાં ય, એક વખત લગ્ન થઇ ગયા પછી? ચોપડી એક વાર વંચાઇ જાય પછી તેનું શું કરવાનું, તે ગહન પ્રશ્નના જવાબના અભાવે, ચોપડી વાંચવી જ નહીં એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ પણ તે ધરાવે છે.

હવે બીજા બધા સમાચાર. ભારતનો ભૂતકાળ અને તેનો ભવિષ્યકાળ તો ભવ્ય છે જ. વર્તમાનમાં તેની ભ્રમણાઓ, તથા ભાષાઓની થઇ રહેલી બેશરમ અને બેફામ વિડંબના પણ અજોડ છે. ભારતના બંધારણમાં સ્વીકારાયેલી ભાષાઓમાંથી, માત્ર અંગ્રેજીનો જ ચડતો સિતારો છે. બહુ વખણાયેલા હિંદી ચલચિત્ર “બ્લેક”નું નામ જ નહીં, તેના મોટા ભાગના સંવાદો પણ અંગ્રેજીમાં જ છે. તેને અંગ્રેજી નહીં, પણ હિંદી સબટાઇટલોની જરુર છે. અમિતાભ બચ્ચન રાની મુકરજીને “પાની” (પાણી)ને બદલે water લખતાં શીખવાડે છે.

બાવાનાં બે ય બગડે, તેની સાબિતી રૂપે હિંદી સીરીયલોનાં નામમાં કોઇક ગૂઢ નિયમાનુસાર છેવટનો અક્ષર બેવડાવવામાં વે છે, જેમ કે Dulhann, Naginn, etc. The Maximum City નવલકથાના લેખક શ્રી. સુકેતુ મહેતા, ન્યૂ યૉર્ક ટાઇમ્સમાં એક લેખમાં જણાવે છે કે હિંદી ચલચિત્રોની પટકથાઓ પહેલાં અંગ્રેજીમાં લખવામાં વે છે, અને પછીથી તેનું હિંદીમાં ભાષાંતર કરાય છે.<!--BREAK-->

ગઇ સાલ ન્યૂ યૉર્કમાં ભારતીય વિદ્યા ભવનના ઉપક્રમે યોજાયેલ એક પરિસંવાદમાં ભારતથી વેલા, દસ-બાર ભાષાઓના ૨૦-૨૫ સાહિત્યકારો એક જ મંચ ઉપર એકઠા થયા હતા. મહેનત, અયોજન, વગેરે પ્રશંસનીય હતાં. સૌ પોતપોતાની ભાષાના સાહિત્યની કૃતિઓ તે તે ભાષામાં રજૂ કરી ગયા, અમારે જૈનોમાં કેટલાક શ્રાવકો મરેલા વાંદાને નવકાર સંભળાવે છે તેમ. એક ક્રૌંચવધથી દ્રવી ઉઠેલા કવિના એ વંશજોના પેટનું water પણ, ચૌદ ચૌદ ભાષાઓનો ખરખરો થઇ જવા બેઠો છે તેનાથી પણ ના હાલી ઉઠ્યું.

માં ગુજરાતનો તો ક્યાં વાંક કાઢવો? ટેલિવિઝન, હોલીવુડમાંથી વતી સિરીયલો અને ચલચિત્રો, અમેરિકન અને યુરોપિયન ફૅશનનો પ્રપાત, અંગ્રેજી માધ્યમની શાળાઓનું એકચક્રી રાજ્ય, પીઝા હટ અને મૅક્ડોનાલ્ડની વ્યાપકતા, કોકાકોલાની નાગચૂડ, એ સૌનો વાંક કાઢવાનું વધારે સહેલું પડે - જો પણી વિચારશક્તિને કોરે મૂકી દઇએ તો. અમેરિકા અને યુરોપમાં તો બધું પહેલેથી જ છે. છતાં પણ અહીં સ્પૅનિશ, હિબ્રુ, ફ્રૅંચ, રશિયન, જર્મન, ગ્રીક, એ બધી ભાષાઓ ભૂગર્ભમાં નથી જતી રહી. અરે, રાણીનું અંગ્રેજી પણ યથાવત જ વપરાય છે.

પણા પોતાના જ, પ્રમાણમાં ઓછું ભણેલા, પણ સાહસિક ગુજરાતી વેપારીઓ ફ્રિકામાં વસ્યા અને સફળ થયા, છતાં ય પણી ભાષા અને સંસ્કૃતિ તેમણે ત્યાં સલામત રાખી. પછીથી તેઓ ઇંગ્લૅન્ડમાં વ્યા, તો ત્યાં પણ તેમણે તે જાળવણી ચાલુ રાખી. ઇંગ્લૅન્ડમાં ગુજરાતી શીખવાય છે, અને તેની પરીક્ષાઓ પણ લેવાતી હતી. અમેરિકામાં વધારે ભણેલો વર્ગ વ્યો, અને પ્રમાણમાં જલ્દીથી અને સારી એવી સફળતાને વર્યો. કેટલીક પાઠશાળાઓને બાદ કરીએ તો કોઇ એક નિશ્ચિત અભ્યાસક્રમ અનુસાર, વ્યવસ્થિત રીતે ગુજરાતી શીખવવામાં વતું નથી. થોડી ધાર્મિક સંસ્થાઓ કામ કરવા મથે છે, પણ નિષ્ઠા અને ઉત્સાહ, વડતની ખોટ પૂરવા માટે અસમર્થ જ રહે છે. સફળ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અપાય છે, પરંતુ ખરેખર કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતી શીખ્યા તેની કોઇ મોજણી થઇ નથી.

ઇંગ્લૅન્ડમાં તૈયાર થયેલ તે ઉપરાંત અમેરિકામાંથી પણ, લેખના અને અન્ય લેખકો દ્વારા લખાયેલાં બે-ત્રણ ગુજરાતી શીખવા-શિખવવા માટેનાં પુસ્તકો ઉપલબ્ધ છે, અને તેમનું વેચાણ સારું એવું થયું છે. તેમ છતાં પણ, ગુજરાતીમાં અછડતી પારંગતતા પણ મેળવી હોય તેવા વિદ્યાર્થીઓ ભાગ્યે જ જોવા મળે છે. વર્ગોમાં અપાતું ગુજરાતીનું શીક્ષણ નિરસ અને વૈવિધ્યહીન હોવાની ફરિયાદ કે બહાનું સામાન્ય રીતે સાંભળવા મળે છે. સાધનસંપન્ન માબાપ, તેજસ્વી વિદ્યાર્થીઓ, અને માતૃભાષાના કક્કા જેવો સરળ વિષય, એનાથી વધારે સારા સંયોગો કયા હોઇ શકે? તે છતાં પણ ટલું, દેખીતી રીતે સાન કામ પણ થઇ નથી શકતું. તો શું ભણેલાં માબાપ હોવાં તે એક શાપ છે?

અમેરિકામાં અનેકાનેક ગુજરાતી સામાજિક, ધાર્મિક, સાહિત્યિક સંસ્થાઓ, અને કૉલેજોનાં વિદ્યાર્થી મંડળો છે, પણ ગુજરાતી શીખવવાના એકમાત્ર હેતુસર સ્થપાયેલી કોઇ સંસ્થા નથી. સામાન્ય રીતે તો રવિવારની સવારની બેઠકમાં ભાષા, ધર્મ, નૃત્ય, સંગીત, બધું સાથે જ શીખવાડાય છે. બાકીના સમયમાં જમણવાર, અનંદમેળા, ક્રિયાકાંડ, સન્માન સમારંભો, ઇત્યાદિ ચાલે છે. અસંખ્ય ગુજરાતીઓ ઉભાં ચઢાણે તનતોડ મહેનત કરી રહ્યા છે, તે અલબત્ત ધન્યવાદને પાત્ર જ છે.

ઢગલાબંધ ગુજરાતી વર્તમાનપત્રો, સામયિકો, કે ટેલિવિઝનની ચૅનલોમાંથી કોઇએ પણ ગંભીર રીતે શીક્ષણને પ્રાધાન્ય પવાનું ગનીમત નથી માન્યું. કારણ સ્પષ્ટ જ છે, તેમાં પૈસા બનાવવાની તક નથી. ઢીંગલા-ઢીંગલી પરણાવવામાં ઝાકઝમાળ છે, જાહેરાતો છે, અને પૈસા છે. “શું શાં” ના તો હવે ચાર પૈસા પણ કોઇ પવા તૈયાર નથી. વળી પણા ભવિષ્ય કરતાં સાપ્તાહિક ભવિષ્ય વધારે શાજનક છે. સાત દિવસમાં બધાં દુ:ખો દૂર કરી પનારા પંડિતો, સાધુઓ, બાવાઓ, યોગીઓ, કોઇ ભાષાશીક્ષણના પ્રશ્નને અડવા તૈયાર નથી, તે તેમની અપાર કૃપા છે.

અહીંની ગુજરાતી સાહિત્ય એકેડેમી (Gujarati Literary Academy of North America), કે જેનું સુકાન સંભાળવાની તક મને પણ મળી હતી, તેણે પણ દિશામાં અગ્રેસર થવાનું યોગ્ય નથી માન્યું, એટલું જ નહીં, તેના કાર્યક્રમોમાં, વક્તાઓ અને બાળકો બંનેની દયા ખાઇને, બાળકોને લાવવાની પણ મનાઇ કરીને બેવડું પૂણ્ય ઉપાર્જન કર્યું છે. જ્યારે જ્યારે બાળકોને માટે ખાસં શ્રી. “દર્શક” તથા અન્ય મહાનુભાવોનાં અંગ્રેજીમાં પ્રવચનોનું યોજન કરવામાં વ્યું છે, ત્યારે પણ બાળકો તેમની સદંતર ગેરહાજરીથી ઝળકી ઉઠ્યાં છે. વિદ્યાવ્યાસંગના સદંતર અભાવની પણી પ્રણાલિકા ત્મસાત્ થયેલી જોઇને અમારી આંખે ઝળઝળિયાં વી ગયાં છે.

“અમર પ્રેમ” ચિત્રનું ગીત છે:

માના તૂફાં કે ગે, નહીં ચલતા જોર કિસી કા

મોજોં કા દોષ નહીં હૈ, યે દોષ હૈ ઓર કિસી કા.

મ તો “ઓર કિસી કા” એ “અપના ખુદ કા”નો વિરોધી પ્રયોગ છે, પરંતુ અહીં તે સમાનાર્થમાં છે. બીજાની તરફ ચીંધેલી એક આંગળી કરતાં, પણા પોતાના તરફ દર્શાવતી બીજી ત્રણ આંગળીઓ તરફ ધ્યાન પીએ તો પણે “જા બિલ્લી, કુત્તેકો માર” જેવા ઊંટવૈદામાંથી ઊગરી જઇશું. પહેલાં કેટલાંક મિથ્યા મંતવ્યો (Myths)ને દૂર કરીએ:

ગુજરાતી શીખવાની જરૂર જ હવે શી છે?

તેમાં “જરૂર”ની અવશ્યકતા જ નથી. ગુજરાતી પણી માતૃભાષા છે, અને ભાષા વિના સંસ્કાર, ધર્મ, કે બીજો કોઇ વારસો પવાનું શક્ય જ નથી. માતૃભાષા શીખવી એ બાળકનો જન્મસિદ્ધ અધિકાર છે.

બાળકના માથે કેટલી ભાષાઓ લાદવી?

લાદવાની જરૂર નથી. તેનો એ શીખવાનો અધિકાર છે, અને એ શીખવવાની પણી ફરજ છે, તેથી ઊલટું નહીં. બાળકો ત્રણ કે ચાર ભાષાઓ સાનીથી સંભાળી શકે છે, જો તે સ્વાભાવિક રીતે શીખવાય તો.

ગુજરાતી ભાષા તો અંગ્રેજીના પ્રમાણમાં કેટલી બધી અઘરી છે?

જેટલી સાનીથી અંગ્રેજી બાળક અંગ્રેજી, અને ચીનનું બાળક ચીનની ભાષા શીખી શકે છે, તેટલી જ સાનીથી ગુજરાતી બાળક ગુજરાતી શીખી શકે છે. પ્રત્યેક ભાષાને અલબત્ત પોતપોતાની ગવી વિલક્ષણતાઓ અને વિચિત્રતાઓ હોય છે. અંગ્રેજી ભાષાની જોડણી અત્યંત અનિયમિત છે, અને તેના ઉચ્ચારો તો જરા પણ સરળ નથી.

ગુજરાતી શીખવવાનું તો અમને પણ અઘરું પડે છે!

ઉત્તર ભારતની બધી જ ભાષાઓની એ દશા છે (દક્ષિણની મને ખબર નથી), કારણ કે પણે જ એ ભાષાઓ ભૂલતાં જઇએ છીએ. વપરાશનો અભાવ તેનું મુખ્ય કારણ છે. અને, માફ કરજો, પણ સંસ્કૃત ભાષાનું પણું અજ્ઞાન એ બીજું કારણ છે. સંસ્કૃત વડતું ન હોવાથી શબ્દ અને અર્થ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે, અને નિરર્થક શબ્દોનો ભાર લાગવા માંડે છે. થોડા ઘણા પણ બંધ બેસતા અંગ્રેજી શબ્દો વાપરવા માંડવાનું સહેલું લાગવા માંડે છે. પછી તો અંગ્રેજી વધુ ને વધુ સહેલું, અને સંસ્કૃત તથા અન્ય ભાષાઓ વધુ ને વધુ દૂષ્કર લાગવા માંડે છે. બીજી બાજુ, સંસ્કૃતથી ભારો ભાર લદાયેલી ભાષાથી પણ શબ્દ અને અર્થનો વિચ્છેદ થાય છે.

બાળકોને ગુજરાતી શીખવા માટે નથી રસ, કે નથી સમય.

અતિ પ્રચલિત સમસ્યા છે. એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે પણાં “બાળકો” હવે ૨૦-૨૫ વર્ષથી પણ વધારે મોટી ઉંમરનાં થયાં છે. કોઇ કોઇ તો પરણી પણ ગયાં છે. ગીતામાં કહ્યું છે તે થોડા ફેરફાર સાથે કહીએ તો समस्त कर्ममखिलं लग्ने परिसमाप्यते (છોકરાં પરણી જાય એટલે ગંગા નાહ્યા). કેટલાંક તો સારી પદવી ધરાવે છે, અને પોતાની માલિકીના વાસોમાં રહે છે. તેથી બંને પક્ષે રસની ઓટ વે તે સ્વાભાવિક છે. પણાં બાળકો કૉમ્પ્યૂટર સાથે તેની ભાષાઓ, જેમ કે Pascal, Cobol, C++, ઇત્યાદિમાં વાત કરે છે, પણ તેમની મા સાથે અંગ્રેજીમાં વાત કરે છે, જો માને તે વડતું હોય તો. નહીં તો પછી “નવ ગુણ”ની રાધના શરૂ થાય છે. દાદાજી અને દાદીમાની દૂર્દશાની તો વાત જ ન કરશો. તેમને તો ધૂંધળી આંખોથી છતી સંતતિએ નખ્ખોદ જતું જોવાનો વારો વ્યો છે.

બાળકોની વય, બુદ્ધિ, અને તેમના ઉછેરનું વાતાવરણ ધ્યાનમાં લઇને, તેમને શરમમાં નાખ્યા વિના ગુજરાતી શીખવવું જોઇએ. પણે જે રીતે ભણેલાં, તે “કમળનો ક” ઘૂંટાવવાને બદલે તેમને “કારનો ક” શીખવીએ, મોટરકારનું ચિત્ર દોર્યા વગર! તદુપરાંત, માંડ એ બે શબ્દ ગુજરાતીના શીખે કે તરત પણે તેને મહેમાનો ગળ પ્રદર્શનમાં મૂકીએ, તેની મજાક કરીએ, નિષ્ઠૂરતાપૂર્વક તેની “ભૂલો” સુધારીએ, કે તેને અગણિત પૂજાઓ કે કથાઓમાં ઘસડી જઇએ, તો તેનો રસ ઉડી જાય છે, અને તે  જાતજાતનાં બહાનાં કાઢવા લાગે છે.

પણ તમને નથી લાગતું કે બાળકોની “માતૃભાષા” અંગ્રેજી જ છે?

કડવો ઘૂંટડો ગળવો કરો, પણ સાથે જ અત્યંત વશ્યક છે. કમ સે કમ તેમની “અવેજીની માતૃભાષા” (surrogate mother tongue) તો અંગ્રેજી છે જ. તેની માતૃભાષા એ પણી પણ વ્યવહારની ભાષા છે. તેથી પણે અંગ્રેજી સારી રીતે શીખવું જોઇએ, જરૂર પડે તો બાળકની મદદથી.પણે ગુજરાતી ભૂલતા જઇએ છીએ, પણ પણું અંગ્રેજી કંગાળ જ રહ્યું છે. અંગ્રેજી અખબાર વાંચીએ, કે અંગ્રેજીમાં ઇ-મેઇલ લખીએ, એટલું જ પર્યાપ્ત નથી. અંગ્રેજીમાં વિપૂલ સાહિત્ય છે. તેવું જ ફ્રૅંચ, જર્મન, ગ્રીક, અને લૅટીનનું પણ છે. ભારતથી વેલાં પણાં માબાપ, ભાઇ-બહેનો, તથા પણી મૉટેલ વગેરેમાં કામ કરતા માણસોને પણ અંગ્રેજી શીખવીએ. તો જ પણેપણાં બાળકોને અર્ધા રસ્તે મળી શકીશું.

હવે પણે ભાષાના પ્રશ્નના મૂળમાં પાછા વીએ. નાતજાત, વર્ણ, અને ધર્મના આંતરિક વિખવાદોના અંતે ભારતમાં અંગ્રેજી રાજ્ય વ્યું. ભાષાના ધારે રાજ્યોની રચના કરવાના ખતરનાક અખતરા પછી ખા ભારત ઉપર અંગ્રેજીનું સામ્રાજ્ય છવાઇ ગયું. ભારતીય નાગરિકમાંથી વટલાઇને હું અમેરિકન નાગરિક થયો, તેથી મને एकोऽहं बहु स्याम् (હું એક છું, તેમાંથી અનેક થાઉં) એ સૂત્ર કરતાં, E pluribus unum (પણે અનેકમાંથી એક થઇએ) એ સૂત્ર વધારે ગમે છે.

અહીં અમેરિકામાં અમે જોઇએ છીએ કે કોઇ કોઇ વાર બગીચામાં ઘરની એકદમ નજીક ઉગેલ વૃક્ષ મોટું થતાં તેનાં મૂળિયાં ભીંતમાં તિરાડો પાડીને ઘરના પાયામાં અને ભોંયરામાં પ્રવેશે છે. તે ઝાડ કપાવી નાખીએ તે પછી પણ તેનાં મૂળિયાં તો ઘરમાં ફેલાતાં જ રહે છે. ઝાડ કાપી નાખવાથી તેની જડ ન નીકળી જાય. ગુલામીનું પણ કંઇક એવું જ છે. ગાંધીજી અને બીજા નેતાઓએ પણી ગુલામી બહારથી દૂર કરી, પણ તેનાં મૂળિયાં ઝાદી પછી પણ પણા લોકમાનસમાં ઊંડાં ને ઊંડાં ઊતરતાં જ રહ્યાં છે. પણે ગુલામીમાંથી બહાર નીકળ્યા, પણ ગુલામી પણા મનમાં ઘર કરી ગઇ છે, અને તે પણા પાયા હચમચાવે છે. ગાંધીજીએ “પાયાની કેળવણી”નો ગ્રહ કદાચ એટલા માટે જ રાખ્યો હશે.

આપણે આપણો દેશ, આપણી ભાષા, આપણી સંસ્કૃતિનું ગૌરવ, અમેરિકનો કે યુરોપિયનોના બદલે, આપણા પોતાના મનમાં ઠસાવીએ, સંસ્કૃત અને અંગ્રેજી શીખીએ, અને શિયાળને ત્યાં ઊછરેલા સિંહબાળની જેમ એક વાર કેશવાળી ખંખેરી, મસ્તક ઊંચું કરી, એક ત્રાડ પાડીને વિશ્વમાં માનભેર સ્થાન લઇએ, અથવા તો પછી માત્ર પેટિયું રળીને “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાન” (ગુજરાત નહીં) કરીને સંતોષ માનીએ.


(સદ્દભાવ : “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)

Categories:

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
3 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.