Feature

ડાયસ્પરા વિશે થોડું વધારે

દુષ્યન્ત પંડ્યા

ફેબ્રુઆરી ૧૬મીના “નિરીક્ષક’ના અંકમાં ડાયસ્પોરા વિશે જે લેખ પ્રકાશિત થયો હતો, તેને લંડનથી નીકળતા પ્રખ્યાત ગુજરાતી “ઓપિનિયન”ના છેલ્લા અંકમાં, એ સામયિકના તંત્રી વિપુલ કલ્યાણીએ પહેલે જ પાને સ્થાન આપ્યું છે. એ લેખ લખીને “નિરીક્ષક” માટે એના તંત્રી પ્રકાશભાઇને રવાના કર્યા પછી, એ વિષય વાગોળતાં કેટલીક બાબતો મનમાં તરી આવી છે અને તે પણ, મારે મન, અગત્યની લાગતી હોઇ ”નિરીક્ષક”નાં પૃષ્ઠોનો લાભ તે માટે લઉં છું.

યુ.એસ.એ.ના તાજા જ વરાયેલા રાષ્ટ્રપતિ પણ  એક  અર્થમાં  ‘ડાયસ્પોરા’  છે.   એમના  પિતા આફ્રિકાના પૂર્વ ભાગના કૅન્યાથી ત્યાં ગયા હતા, ત્યાં ઠરી ઠામ થયા. કોઇ શ્વેત અમેરિકી મહિલાને પરણ્યા અને એમને ત્યાં જે પુત્રનું પારણું બંધાયું તે આ બરાક ઓબામા. એમના પિતાને ત્યાંનું ડાયસ્પોરિક જીવન નહીં ગોઠ્યું હોય તેથી કે, બીજા કોઇ કારણે, એ પાછા કેન્યા ભેગા થઇ ગયા. આ બરાકકુમાર એમની માતા સાથે ત્યાં જ રહી ગયા અને ભાગ્યે એમને આજે - પ્રથમ નાગરિક પદે પ્રસ્થાપિત કર્યા.

Categories:

ડાયસ્પરાની બીજી બાજુ

દુષ્યન્ત પંડ્યા


ગઇ સદીના પૂર્વાર્ધમાં પૂર્વ આફ્રિકામાં વસતા બિહારીલાલ અંતાણી અને ઉછરંગરાય ઓઝા બેઉ પોતાની રીતે લેખકો હતા. એનીયે પહેલાંથી મહાત્મા ગાંધીએ, દક્ષિણ આફ્રિકામાં પોતાની કલમ ચાલતી કરી હતી. એ ઘટના ઓગણીસમી સદીની હતી, પણ ત્યારે આ ‘ડાયસ્પરા’ની વિશેષતા ચર્ચાનો કે ગુણગાનનો વિષય ન હતો. પન્ના નાયક પણ ગઇ સદીમાં જ અમેરિકામાં રહીને ગુજરાતીમાં કાવ્યો લખતાં હતાં પણ ત્યારેયે ડાયસ્પરાનાં ગુણગાન ગાવાની આજની ફેશન ચાલુ થઇ ન હતી. પાછલાં ત્રીસ-ચાળીસ વર્ષોમાં ગુજરાતીઓએ પણ કે અમેરિકા અને ઈંગ્લંડ પર ‘આક્રમણ’ કર્યું છે. આ બંને દેશોની ગુજરાતી વસતિમાં કેટલા ટકા ગેરકાયદે ઘૂસેલા છે તે તપાસનો વિષય છે. એ પણ એક પ્રકારનું ‘પરાક્રમ’ જ ગણીએ તો, ડાયસ્પરાની સિદ્ધિઓ વધી જશે.


Categories:

નવી દુનિયા ભણી

પ્રકાશ ન. શાહ

ડાયસ્પોરા હલચલની વાતે ભર્યા ભર્યા બે દિવસને છેડે સમાપનવચનો વાસ્તે ઊભો થયો છું ત્યારે મારી લાગણી - આપ સૌ સાથે તાદાત્મ્યજોશપૂર્વક - એ છે કે You, i.e. We, have arrived. સંભારો પચીસેક વરસ પર ‘દર્શક’ના પ્રમુખપદે મળેલ હૈદરાબાદ અધિવેશનના એ દિવસો - ‘દર્શકે’ જ્યારે સાહિત્યપદારથને (અને સાહિત્યચર્યાને) ખંડથી અખંડ ભણીની યાત્રારૂપે ઓળખાવ્યાં હતાં - આપણા આ વિપુલભાઈ ત્યારે વિલાયતથી ડાયસ્પોરાની વાતો કરતા આવી લાગ્યા હતા.એક દોર ચાલ્યો; એ પછી તો, ૧૯૯૭માં વડોદરા અધિવેશનમાં નિરંજન ભગતની વિશેષ ઉપસ્થિતિમાં આપણે એક વિભાગીય બેઠક શું આયોજન કર્યું હતું. અને હવે, તળ ભૂમિમાં,લાગટ બે દિવસ ડાયસ્પોરાની વાતો !

Categories: