Reviews

‘બ્રિટનમાં ગુજરાતીઓ’ : એક મૂલ્યાંકન

ઘનશ્યામ ન. પટેલ
2009-04-28

ગુજરાતી ડાયસ્પોરિક પ્રજાસમૂહ વચ્ચે ઘનશ્યામભાઈ ન. પટેલનું એક ઉત્તમ વિવચેક તરીકેનું માનસ્થાન છે. વરસ દહાડા દરમિયાન, બેચાર વખત, તંતોતંત પુસ્તક વાંચ્યા કેડે જ તેમણે આ લખાણ આપ્યું છે. તળ ગુજરાત અને અન્યત્ર આ પુસ્તક વિશે જોયેલા કેટલાક ભોળા ભાવના અને ઉપલકિયા વિવરણોની સામે પક્ષે, લેખકે અહીં કેટલીક તાર્કિક અને શાસ્ત્રીય ચર્ચા માંડી છે. ગુજરાતી ડાયસ્પોરા ઇતિહાસને માટે, આથીસ્તો, આ લખાણ અગત્યનું બની રહેવાનું છે.      - વિપુલ કલ્યાણી

આમુખ : ગુજરાતથી, ખાસ તો છેલ્લી ત્રણચાર સદીઓદરમિયાન, બેવડાં-ત્રેવડાં સ્થળાંતર કરીને ગુજરાતીઓ, ગણનાપાત્ર સંખ્યામાં, અન્ય દેશવાસીઓસહિત, વિશ્ર્વભરના અનેક દેશોમાં વસવાટ કરી રહ્યા છે. દરેક દેશમાં આપણી જમાવટ સ્થળ, કાળ ને સંજોગોને અનુરૂપ વિભિન્ન રૂપે વિકસી રહી છે. ‘દેશ એવો વેશ’. એવી સામાન્ય જનતામાં પ્રચલિત કહેવત અનુસાર, આપણે પરદેશોમાં જાતજાતનાં વાણી, વર્તન સાથે કેટકેટલી વેશભૂષા ધારણ કરીએ છીએ ! અલબત્ત, આપણી બહુમુખી વારસાગત અને વિશિષ્ટ ગુજરાતની અસ્મિતા યથાશક્તિ ટકાવીને !

૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિને લગભગ દોઢસો વર્ષોથી પરાધીન રહેલા હિન્દુસ્તાનને ભાગલા થવા છતાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આટલા લાંબા ગાળાના મુખ્યત્વે અહિંસક સંઘર્ષ બાદ અંગ્રેજી સામ્રાજ્યનો અંત આવ્યો તો ખરો, પરંતુ હકીકતમાં, તો જાણ્યે અજાણ્યે આડલાભ સ્વરૂપે અંગ્રેજ પ્રજા અને તેના મૂળ વતન બ્રિટન સાથે આપણી કાયમની અવરજવર ઉપરાંત સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી બ્રિટિશ નાગરિકતાની રૂએ કાયમની લેણાદેવી ચાલુ રહી. બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ વિસ્તરેલા જગત ભરના દેશોમાં સ્થળાંતરિત થયેલા ભારતીયોને તે દેશોની આઝાદી પ્રાપ્તિ બાદ આ લાભ મળ્યો. પરંતુ વિશેષત: તો પૂર્વ આફ્રિકામાં અન્ય સ્થળે બહુમતી ધરાવતી ગુજરાતી પ્રજા જ વધુ સદ્દભાગી હતી.<!--BREAK-->

Categories: